એક એક પળ જાય લાખની...

18 November 2016

નવા સંકલ્પો...

નવા વર્ષની શુભકામનાઓ ......
વાદ નહી વિવાદ નહી..  બસ
માત્ર વિકાસ વિકાસ અને વિકાસને મહ્ત્વ આપીએ....
સાથે મળી સો ગાઉ ચાલીએ ....
એકબીજાની ભૂલોને અવગણીને વિકાસના રસ્તા પાર કરીએ....
                                                                        ચાલો એક સારી શરુઆત કરીએ.....
શાળામાં જવાનું કારણ માત્ર બાળક્ને જ ગણીએ ......
બજાર ચાલે કે ના ચાલે પણ આપણે સેવાનો ધંધો કરીએ...
                                                                        ચાલો એક સારી શરુઆત કરીએ.....
આપણી શાળાને નાનકડી દુકાન ગણીએ..
મજુરી તો મળવાની જ છે ... પણ
પગારને બાળકોની દુઆઓની અને પ્રભુની પ્રસાદી ગણીએ....
                                                                        ચાલો એક સારી શરુઆત કરીએ.....
આપણી કદર કુદરત કરે એ કળાને જાણીએ.. 
જ્ઞાનના દિપક પ્રગટાવી... જ્યોતથી જ્યોત જલાવીએ...
                                                                         ચાલો એક સારી શરુઆત કરીએ..
હું શિક્ષક એક કુંભાર પણ છું..
બહારથી ટપ ટપ કરીએ....   અને
બાળકની અંદર એક હાથ મમતાનો રાખીએ...
                                                                        ચાલો એક સારી શરુઆત કરીએ.....
શમણાં પુરીએ શૈશવથી અને
સાકાર ભવિષ્યમાં કરીએ ...
ચાલો એક સારી શરુઆત કરીએ.....
                                                       
                                               રચના :- વિરેન ચેલાભાઇ પ્રજાપતિ
                                                          ખોલવાડા પ્રાથમિક શાળા, સિદ્ધપુર. 

Camera Eye